ઉતરાઈ અંગે ની જાહેરાત
May 12th 2026
માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૧૨/૦૫/૨૦૨૬ મંગળવાર
આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું કે,
આજ હવે પછી ની મેથી તથા વરીયાળી ની નવી આવક ની ઉતરાઈ નીચેની વિગતે કરવાની રહેશે.
● મેથી – મેથી ની આવક ની ઉતરાઈ પ્લેટફોર્મ નંબર.૯ માં આથમણી સાઈડ અડધાંમાં મેથી ની ક્રમશ ઉતરાઈ કરવાની રહેશે
● વરીયાળી – વરીયાળી ની આવક ની ઉતરાઈ પ્લેટફોર્મ નંબર.૨ આથમણી સાઈડ અડધામાં વરીયાળી ની ક્રમશ ઉતરાઈ કરવાની રહેશે.
તેમજ મગફળીવાળા ડુંમમાં પડેલ મેથી તેમજ પ્લેટફોર્મ નંબર.૪ માં પડેલ વરીયાળી આવતીકાલ સાંજ સુધીમાં સંપૂર્ણપણે ઉપાડી મગફળીવાળો ડુંમ તથા પ્લેટફોર્મ ખાલી કરી દેવાનું રહેશે.જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…