અગત્યની જાહેરાત

આવક અંગે ની જાહેરાત

May 13th 2026
માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૧૩/૦૫/૨૦૨૬ બુધવાર
આથી સબંધકર્તા સર્વે ને જણાવવાનું કે,

● ચણા ની આવક બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવેલ છે.

● ઘઉં ની આવક આવતીકાલ સવારના ૬.૦૦ વાગ્યા થી સવારના ૯.૦૦ વાગ્યા સુધી (ફક્ત ત્રણ કલાક) આવક આવવા દેવામાં આવશે.તેમજ ઘઉં ના ભરેલા વાહન વાતાવરણ ને ધ્યાને લઈ ને ઉતરાઈ કરવા દેવામાં આવશે.

● મગ, લસણ તથા તુવેર ની આવક આજ સાંજના ૭.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૭.૦૦ વાગ્યા સુધી આવક આવવા દેવામાં આવશે.

● જીરૂ, મેથી, કલોંજી, એરંડા, વટાણા, રાય/રાયડો, કપાસ, ધાણા, મગફળી, સુકામરચા, સોયાબીન, જુવાર, રાજમાં, સફેદતલ, અળદ, સિંગદાણા/સિંગફાડા, કાળાતલ, વરીયાળી, મઠ ની આવક તેમજ ઉપરોક્ત સિવાય ની અન્ય જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવવા દેવામાં આવશે.

● માવઠાની આગાહી ને ધ્યાને લઈ માલ સલામત રીતે ઢાંકીને લાવવા નો રહેશે.

● પ્લેટફોર્મ તથા ડુંમમાં ઉતરતી જણસી ની જગ્યા હશે ત્યાં સુધી જ ઉતરાઈ કરવા દેવામાં આવશે. જગ્યા પૂર્ણ થયા બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતરાઈ કરવાની રહેશે.તેમજ બીજી વ્યવસ્થા સુધી ભરેલ વાહન સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે.

● તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…