અગત્યની જાહેરાત

આવક અંગે ની જાહેરાત

June 8th 2026
માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૦૮/૦૬/૨૦૨૬ સોમવાર
આથી સબંધકર્તા સર્વે ને જણાવવાનું કે,

● સફેદતલ, કાળાતલ તથા મગ ની આવક બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવેલ છે.

● ચણા તથા ઘઉં ની આવક રજીસ્ટ્રેશન ટોકન મુજબ આવક રાત્રીના ૧૦.૦૦ વાગ્યાથી સવારના ૯.૦૦ વાગ્યા સુધી ટોકન મુજબ આવક આવા દેવામાં આવશે.

● સિંગદાણા/સિંગફાડા, મગફળી, તુવેર તથા લસણ ની આવક આજ સાંજના ૮.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૭.૦૦ વાગ્યા સુધી આવક આવવા દેવામાં આવશે.

● સોયાબીન, જીરૂ, મેથી, કલોંજી, એરંડા, વટાણા, રાય/રાયડો, કપાસ, ધાણા, જુવાર, સુકામરચા, રાજમાં, અળદ, વરીયાળી, મઠ ની આવક તેમજ ઉપરોક્ત સિવાય ની અન્ય જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવવા દેવામાં આવશે.

● માવઠાની આગાહી ને ધ્યાને લઈ માલ સલામત રીતે ઢાંકીને લાવવા નો રહેશે.

● પ્લેટફોર્મ તથા ડુંમમાં ઉતરતી જણસી ની જગ્યા હશે ત્યાં સુધી જ ઉતરાઈ કરવા દેવામાં આવશે. જગ્યા પૂર્ણ થયા બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતરાઈ કરવાની રહેશે.તેમજ બીજી વ્યવસ્થા સુધી ભરેલ વાહન સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે.

● તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…