આવક અંગે ની જાહેરાત
June 23rd 2026
માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૨૩/૦૬/૨૦૨૬ મંગળવાર
આથી સબંધકર્તા સર્વે ને જણાવવાનું કે,
● કાળાતલ ની આવક બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવેલ છે.
● ચણા ની આવક રજીસ્ટ્રેશન ટોકન મુજબ આવક રાત્રીના ૮.૦૦ વાગ્યાથી સવારના ૯.૦૦ વાગ્યા સુધી ટોકન મુજબ આવક આવા દેવામાં આવશે.
● સિંગદાણા/સિંગફાડા ની આવક આજ સાંજના ૧૦.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૧૦.૦૦ વાગ્યા સુધી આવક આવવા દેવામાં આવશે.
● મગ ની આવક આજ સાંજના ૮.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૭.૦૦ વાગ્યા સુધી આવક આવવા દેવામાં આવશે. ત્યાર બાદ આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. સમય મર્યાદા માં જ આવક આવવા દેવામાં આવશે.
● સફેદતલ ની આવક (ફકત દાગીના ની આવક) આજ રાત્રીના ૧૦.૦૦ વાગ્યા થી આજ રાત્રીના ૧.૦૦ વાગ્યા સુધી (ફકત ત્રણ કલાક) જ આવક આવવા દેવામાં આવશે. ત્યાર બાદ આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. સમય મર્યાદા માં જ આવક આવવા દેવામાં આવશે.ત્યાર બાદ આવેલ વાહન ને બીજી ઉતરાઈ ની વ્યવસ્થા સુધી બહાર ગ્રાઉન્ડમાં સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે.
● ઘઉં, મગફળી, તુવેર તથા લસણ ની આવક આજ સાંજના ૮.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૭.૦૦ વાગ્યા સુધી આવક આવવા દેવામાં આવશે.
● સોયાબીન, જીરૂ, મેથી, કલોંજી, એરંડા, વટાણા, રાય/રાયડો, કપાસ, ધાણા, જુવાર, સુકામરચા, રાજમાં, અળદ, વરીયાળી, મઠ ની આવક તેમજ ઉપરોક્ત સિવાય ની અન્ય જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવવા દેવામાં આવશે.
● માવઠાની આગાહી ને ધ્યાને લઈ માલ સલામત રીતે ઢાંકીને લાવવા નો રહેશે.
● પ્લેટફોર્મ તથા ડુંમમાં ઉતરતી જણસી ની જગ્યા હશે ત્યાં સુધી જ ઉતરાઈ કરવા દેવામાં આવશે. જગ્યા પૂર્ણ થયા બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતરાઈ કરવાની રહેશે.તેમજ બીજી વ્યવસ્થા સુધી ભરેલ વાહન સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે.