આવક અંગે ની જાહેરાત
June 24th 2026
માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૨૪/૦૬/૨૦૨૬ બુધવાર
આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું કે,
● ચણા ની આવક રજીસ્ટ્રેશન ટોકન મુજબ આવક તા.૨૫-૦૬-૨૦૨૬ ને ગુરૂવાર સવારના ૮.૦૦ વાગ્યા થી તા.૨૬-૦૬-૨૦૨૬ ને શુક્રવાર સવારના ૯.૦૦ વાગ્યા સુધી ટોકન મુજબ જ આવક આવવા દેવામાં આવશે.
● સફેદતલ તથા કાળાતલ ની આવક (ફકત દાગીના ની આવક) તા.૨૫-૦૬-૨૦૨૬ ને ગુરૂવાર સવારના ૮.૦૦ વાગ્યા થી તા.૨૫-૦૬-૨૦૨૬ ને ગુરૂવાર રાત્રીના ૧૨.૦૦ વાગ્યા સુધી (ફકત સોળ કલાક) જ આવક આવવા દેવામાં આવશે. ત્યાર બાદ આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. સમય મર્યાદા માં જ આવક આવવા દેવામાં આવશે.ત્યાર બાદ આવેલ વાહન ને બીજી ઉતરાઈ ની વ્યવસ્થા સુધી બહાર ગ્રાઉન્ડમાં સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે.
● મગ, ઘઉં, મગફળી, સિંગદાણા/સિંગફાડા, તુવેર તથા લસણ ની આવક તા.૨૫-૦૬-૨૦૨૬ ને ગુરૂવાર સવારના ૮.૦૦ વાગ્યા થી તા.૨૬-૦૬-૨૦૨૬ ને શુક્રવાર સવારના ૮.૦૦ વાગ્યા સુધી જ આવક આવવા દેવામાં આવશે. ત્યાર બાદ આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. સમય મર્યાદા માં જ આવક આવવા દેવામાં આવશે.
● જીરૂ, રાય/રાયડો એરંડા, જુવાર, કલોંજી, વટાણા, કપાસ, ધાણા, મેથી, વરીયાળી, સોયાબીન, અળદ, ગુવાર, મઠ તથા કળથી માં ની આવક તા.૨૫-૦૬-૨૦૨૬ ને ગુરૂવાર સવારના ૮.૦૦ વાગ્યા થી તા.૨૬-૦૬-૨૦૨૬ ને શુક્રવાર સવારના ૭.૦૦ વાગ્યા સુધી ૨૪-કલાક રાબેતા મુજબ આવક આવવા દેવામાં આવશે.
● વાતાવરણ આગાહી ને ધ્યાને લઈ આગાહી ને માલ સલામત રીતે ઢાંકીને લાવવા નો રહેશે.
● પ્લેટફોર્મ તથા ડુંમમાં ઉતરતી જણસી ની જગ્યા હશે ત્યાં સુધી જ ઉતરાઈ કરવા દેવામાં આવશે. જગ્યા પૂર્ણ થયા બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતરાઈ કરવાની રહેશે.તેમજ બીજી વ્યવસ્થા સુધી ભરેલ વાહન સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે.
● તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…