અગત્યની જાહેરાત

આવક અંગે ની જાહેરાત

July 15th 2026
માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૧૫/૦૭/૨૦૨૬ બુધવાર

આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું કે,

● સફેદતલ તથા કાળાતલ ની આવક (ફકત દાગીના ની આવક) તા.૧૬-૦૭-૨૦૨૬ ને ગુરૂવાર સવારના ૮.૦૦ વાગ્યા થી તા.૧૭-૦૭-૨૦૨૬ ને શુક્રવાર સવારના ૮.૦૦ વાગ્યા સુધી (ફકત ચોવીસ કલાક) જ આવક આવવા દેવામાં આવશે.

● મગ, ચણા, ઘઉં, મગફળી, સિંગદાણા/સિંગફાડા, તુવેર તથા લસણ ની આવક તા.૧૬-૦૭-૨૦૨૬ ને ગુરૂવાર સવારના ૮.૦૦ વાગ્યા થી તા.૧૭-૦૭-૨૦૨૬ ને શુક્રવાર ૮.૦૦ વાગ્યા સુધી જ આવક આવવા દેવામાં આવશે. ત્યાર બાદ આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. સમય મર્યાદા માં જ આવક આવવા દેવામાં આવશે.

● જીરૂ, રાય/રાયડો એરંડા, જુવાર, કલોંજી, વટાણા, કપાસ, ધાણા, મેથી, વરીયાળી, સોયાબીન, અળદ, ગુવાર, મઠ તથા કળથી માં ની આવક તા.૧૬-૦૭-૨૦૨૬ ને ગુરૂવાર સવારના ૮.૦૦ વાગ્યા થી તા.૧૭-૦૭-૨૦૨૬ ને શુક્રવાર સવારના ૮.૦૦ વાગ્યા સુધી ૨૪-કલાક રાબેતા મુજબ આવક આવવા દેવામાં આવશે.

● પ્લેટફોર્મ તથા ડુંમમાં ઉતરતી જણસી ની જગ્યા હશે ત્યાં સુધી જ ઉતરાઈ કરવા દેવામાં આવશે. જગ્યા પૂર્ણ થયા બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતરાઈ કરવાની રહેશે.તેમજ બીજી વ્યવસ્થા સુધી ભરેલ વાહન સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે.

● વાતાવરણ આગાહી ને ધ્યાને લઈ આગાહી ને માલ સલામત રીતે ઢાંકીને લાવવા નો રહેશે.

● તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…