આવક અંગે ની જાહેરાત
August 24th 2026
માર્કેટીંગ યાર્ડ : રાજકોટ
*તા:-૨૪/૦૮/૨૦૨૬ સોમવાર*
આથી સબંધકર્તા સર્વે ને જણાવવાનું કે,
● કાળાતલ, ચણા, ઘઉં તથા સિંગદાણા/સિંગફાડા ની આવક આજ સાંજના ૪.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૮.૦૦ વાગ્યા સુધી આવક આવવા દેવામાં આવશે.
● સફેદતલ, લસણ, મગ, મગફળી, તુવેર, સોયાબીન, જીરૂ, મેથી, કલોંજી, એરંડા, વટાણા, રાય/રાયડો, કપાસ, ધાણા, જુવાર, સુકામરચા, રાજમાં, અળદ, વરીયાળી, મઠ ની આવક તેમજ ઉપરોક્ત સિવાય ની અન્ય જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવવા દેવામાં આવશે.
● પ્લેટફોર્મ તથા ડુંમમાં ઉતરતી જણસી ની જગ્યા હશે ત્યાં સુધી જ ઉતરાઈ કરવા દેવામાં આવશે. જગ્યા પૂર્ણ થયા બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતરાઈ કરવાની રહેશે.તેમજ બીજી વ્યવસ્થા સુધી ભરેલ વાહન સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે.
● વરસાદી વાતાવરણ ને ધ્યાને લઈ માલ સલામત રીતે ઢાંકીને લાવવા નો રહેશે.
● તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…