આવક અંગે ની જાહેરાત
October 23rd 2026
માર્કેટીંગ યાર્ડ : રાજકોટ
તા:-૨૩/૧૦/૨૦૨૬ શુક્રવાર
આથી સબંધકર્તા સર્વે ને જણાવવાનું કે,
● સોયાબીન ની આવક બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવેલ છે.
● મગફળી તથા સિંગદાણા/સિંગફાડા ની આવક આજ સાંજ ના ૯.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૮.૦૦ વાગ્યા સુધી જ આવક આવવા દેવામાં આવશે.
● કપાસ, ચણા તથા ઘઉં ની આવક આજ સાંજના ૪.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૮.૦૦ વાગ્યા સુધી આવક આવવા દેવામાં આવશે.
● કાળાતલ, સફેદતલ, લસણ, મગ, તુવેર, જીરૂ, મેથી, કલોંજી, એરંડા, વટાણા, રાય/રાયડો, ધાણા, જુવાર, સુકામરચા, રાજમાં, અળદ, વરીયાળી, મઠ ની આવક તેમજ ઉપરોક્ત સિવાય ની અન્ય જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવવા દેવામાં આવશે.
● પ્લેટફોર્મ તથા ડુંમમાં ઉતરતી જણસી ની જગ્યા હશે ત્યાં સુધી જ ઉતરાઈ કરવા દેવામાં આવશે. જગ્યા પૂર્ણ થયા બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતરાઈ કરવાની રહેશે.તેમજ બીજી વ્યવસ્થા સુધી ભરેલ વાહન સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે.
● વરસાદી વાતાવરણ ને ધ્યાને લઈ માલ સલામત રીતે ઢાંકીને લાવવા નો રહેશે.
● તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…