અગત્યની જાહેરાત

ઉતરાઈ અંગે ની જાહેરાત

October 23rd 2026
માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૨૩/૧૦/૨૦૨૬ શુક્રવાર
આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું કે,

આજ હવે પછી ધાણા, જુવાર તથા ગુવાર ની નવી આવક ની ઉતરાઈ નીચેની વિગતે કરવાની રહેશે.

● ધાણા – ધાણા ની આવક ની નવી ઉતરાઈ મગફળીવાળા ડુંમમાં (ફક્ત-A) ગાળામાં પીલોર નંબર.૨૭ થી ૩૦ માં ધાણા ની ક્રમશ ઉતરાઈ કરવાની રહેશે.

● જુવાર – જુવાર ની આવક ની નવી ઉતરાઈ જાવક ગેઇટ સાઈડ પાણીના ટાંકા પાસે સંપની દીવાલ પાસે જુવાર ની ક્રમશ ઉતરાઈ કરવાની રહેશે.

● ગુવાર – ગુવાર ની આવક ની નવી ઉતરાઈ જાવક ગેઇટ સાઈડ ગંગાવાળી શેરીમાં ગુવાર ની ક્રમશ ઉતરાઈ કરવાની રહેશે.

તેમજ પ્લેટફોર્મ નંબર.૬ માં પડેલ ધાણા તથા પ્લેટફોર્મ નંબર.૫ માં પડેલ જુવાર તથા બ્રોકર ઓફીસ B-ટાવર માં પડેલ ગુવાર આવતીકાલ સાંજ સુધીમાં ઉપાડી જગ્યા ખાલી કરી દેવાની રહેશે.જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…